સ્વચ્છ ગુજરાત: 13,000 થી વધુ ગામો ODF+ જાહેર, ગામડાઓ બનશે સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ
મુખ્ય સફળતાઓ અને પહેલોODF+ મોડેલ ગામો: ગામમાં ઘરે ઘરે શૌચાલયના નિર્માણ, ઘન અને પ્રવાહી કચરાના તેમજ સૂકા-ભીના કચરાને અલગ કરીને તેના યોગ્ય નિકાલની વ્યવસ્થાઓના પરિણામે રાજ્યના 13 હજાર કરતાં વધુ ગામડાઓને ODF+ મોડેલ ગામો જાહેર કરવામાં આવ્યા છે.ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય: મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014 માં ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરાવી હતી.