Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સંરક્ષણ મંત્રીએ સૈનિકોને નવી ટેકનોલોજી અપનાવવા,તાલીમને પ્રાથમિકતા આપવા અને દરેક પડકાર માટે તૈયાર રહેવાનો કર્યો આગ્રહ

આ પ્રસંગે તેમણે વિશ્વના ઝડપથી બદલાતા સ્વરૂપ અને દિવસેને દિવસે ઉભરી રહેલા જટિલ પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "આ ઝડપથી બદલાતા યુગમાં, ટેકનોલોજીનું સ્વરૂપ સતત વિકસિત થઈ રહ્યું છે. થોડા સમય પહેલા જેને આધુનિક ટેકનોલોજી માનવામાં આવતી હતી તે ઝડપથી જૂની બની રહી છે."

Gujarati

રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભ 2025નો કરાવ્યો પ્રારંભ

ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકા અને ત્રણ શ્રેષ્ઠ જિલ્લાઓને પણ આ ઉદ્ઘાટન સમારોહમાં મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના યુવાધનના સૌથી મોટા ઉત્સવ 'ખેલ મહાકુંભ'નો પ્રારંભ કરાવતા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "એક તરફ ગુજરાતમાં લોકપ્રિય ઉત્સવ નવરાત્રી ચાલી રહી છે અને બીજી બાજુ યુવાનોનો લોકપ્રિય ઉત્સવ ખેલ મહાકુંભ આજથી શરૂ થઈ રહ્યો છે. આ એક એવી અનોખી ઘટના છે જે દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા નહીં મળે."

Gujarati

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં BRCP ફેઝ III ને લીલી ઝંડી: 12 વર્ષનો રોડમેપ તૈયાર

આ કાર્યક્રમનો કુલ ખર્ચ અંદાજ રૂ. 1,500 કરોડ છે, જેમાં ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજી (DBT) દ્વારા રૂ. 1,000 કરોડ અને યુનાઇટેડ કિંગડમની વેલકમ ટ્રસ્ટ (WT) દ્વારા રૂ. 500 કરોડનું યોગદાન આપવામાં આવશે.

ફેઝ IIIના મુખ્ય લક્ષ્યો

Gujarati

થલસેના પ્રમુખે ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી: ઑપરેશનલ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ

વાસ્તવમાં, સરહદી વિસ્તારોની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે થલસેના અને વાયુસેના વચ્ચે વધુ સારું સંયુક્ત સંચાલન અને સંકલન અત્યંત જરૂરી છે.

સૈન્ય કર્મીઓના જુસ્સાની સરાહના

સેનાધ્યક્ષ જનરલ દ્વિવેદીએ અહીં તૈનાત સૈન્ય કર્મચારીઓને તેમના કાર્ય માટે આભાર માન્યો હતો અને રાષ્ટ્રસેવા પ્રત્યેના તેમના અતુટ સંકલ્પ અને જુસ્સાની પ્રશંસા કરી હતી. તેમણે વાયુસેનાના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની વ્યાવસાયિકતા, સમર્પણ અને સંયુક્ત સંચાલનની ભાવનાને બિરદાવી હતી.

Gujarati

ફિલિપાઇન્સમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી: PM મોદીએ શોક કર્યો વ્યક્ત

ફિલિપાઇન્સના પ્રાદેશિક સિવિલ ડિફેન્સ અધિકારી જેન અબાપોએ જણાવ્યું હતું કે આ આંકડો સ્થાનિક ડિઝાસ્ટર એજન્સીના ડેટા પર આધારિત છે અને મૃત્યુની સત્તાવાર પુષ્ટિ ચાલી રહી છે. અધિકારીઓના મતે, આ ભૂકંપ છેલ્લા એક દાયકામાં દેશમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ પૈકીનો એક છે.

PM મોદીએ દુઃખ વ્યક્ત કરીને ભારતની એકતાનો સંદેશ આપ્યો
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયાનક ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે,

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી

વિજયાદશમીનું આ પર્વ આસુરીશક્તિ પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે તેમ તેમણે વિજયાસશમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ શક્તિની ભક્તિના નવરાત્રી ઉત્સવ પછી આવતું આ વિજયાદશમી પર્વ સમાજમાં સદભાવના-સમરસતા, સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ, સૌના વિકાસની નેમ પાર પાડનારૂં અને આતતાયી તાકાતોને નષ્ટ કરનારું બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે. 

Gujarati

સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રાર્પણ પછી 6ઠ્ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કરી હતી. મુખ્યમંત્રીએ 10,453 ગામો, 190 શહેરો તથા 7 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

Gujarati

દિવેલાના ઊભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર

જે અંતર્ગત ચાલુ સિઝનમાં દિવેલાના ઉભા પાકમાં ઘોડિયા ઈયળ, પાન ખાનાર ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્રવને અટકાવવા વિવિધ પગલા લેવા જણાવવામાં આવ્યું છે. 

દિવેલાના ઊભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા

•    કાતરા અને પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા ઉપર ઉગેલ ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈંડાના સમૂહ તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવો. મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો.  

Gujarati

રાજ્યમાં ગાંધી જયંતીથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતી 2 ઓક્ટોબર 2025 થી 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે. 

Gujarati

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત નેચરલ ફાર્મિંગ - પી.જી.એસ. સર્ટીફિકેશન અંગે ગાંધીનગર ખાતે તાલીમ યોજાઈ

નેચરલ ફાર્મિંગ તેમજ સજીવ ખેતી માટે પી.જી.એસ- ગ્રુપ સર્ટિફીકેશન માટે તા.29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના અવિરત પ્રયત્નોના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલ ખેત ઉત્પાદનો, અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો સ્થાનિક ગ્રાહકોને સર્ટીફાઇડ કરેલા મળે તે માટે કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નેચરલ ફાર્મિગ સર્ટિફીકેશન જાહેર કર્યું છે. 
 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply