ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
આ પહેલના ભાગરૂપે, દેશભરમાં 58 સેન્ટર ઑફ એક્સેલન્સ (CoEs)ને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ, તો રાજ્યમાં ફળો અને શાકભાજી માટે 4 સેન્ટર ઑફ એક્સેલન્સ છે.ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના માટે ઇઝરાયલ, નેધરલેન્ડ્સ, ન્યુઝીલેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગ કરાર કર્યો છે. આ ઉપરાંત, ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), દિલ્હી જેવી ભારતીય સંશોધન સંસ્થાઓની મદદથી પણ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે.
ભારતના બાગાયત ક્ષેત્રમાં પરિવર્તનનું માધ્યમ બન્યા સેન્ટર ઑફ એક્સેલન્સ