આણંદ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર હોલ ખાતે ખાતર વિક્રેતાઓની શિબીર યોજાઇ
Live TV
-
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમીટેડ GNFC દ્વારા ગુજરાત રાજ્યમાં 54 જેટલા નર્મદા ખેડૂત સહાય કેન્દ્રો વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવ્યા છે. તથા BSC કૃષિ સ્નાતકોની મદદથી કૃષિ વિસ્તરણ પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર હોલ ખાતે 65 જેટલા ખાતર વિક્રેતાઓની શિબીર યોજાઇ હતી. જેમા ખાતરની વેચાણ વ્યવસ્થા જળવાઇ રહે અને ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં ખાતરનો યોગ્ય વપરાશ કરે તેમજ ખેડૂત કેવી રીતે સમૃદ્ધ થાય તેવા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. તથા આવનાર સમયમાં ખાતરની કોઈ અછત ઉભી ના થાય અને ખેડૂતોને ખાતર સરળતાથી મળી રહે તેવા મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં GNFCના માર્કેટિંગ હેડ મનીષ બિલ્લોરીયા તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે.બી કથીરિયા ઉપસ્થિત રહ્યાં હતા.
