Skip to main content
Settings Settings for Dark

આણંદ : સોજીત્રાના બાંટવામાં નેચર હેલ્પ ફાઉન્ડેશને 9 ફૂટનો મગર પકડ્યો

Live TV

X
  • 95 કિલોનું વજન ધરાવતો મગર પકડાઈ જતા ગામજનોએ લીધો રાહતનો શ્વાસ

    આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના બાંટવા ગ્રામ પંચાયત પાસે આવેલા સ્થાનિકના ઘર પાસે મંગળવારે સવારે 9 ફૂટનો મગર દેખાતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો..સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર ના હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી.સંસ્થામાંથી સ્વયંસેવક મિત્રો તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સભ્યો સાધનોથી સજ્જ થઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા..એક કલાકની જહેમત બાદ મગરને ગાળિયાની મદદથી પાંજરે પૂરવામાં સફળતા મળી હતી..મગરનું વજન લગભગ 95 કિલો જેટલુ હતુ..મગર પકડાઈ જતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો..નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર સંસ્થાના પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા અનુસાર આ રેસ્ક્યુ ઓપરેશન માં નિકુંજ ભોઈ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માંથી આર.એફ.ઓ. તથા સ્ટાફની મુખ્ય કામગીરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply