Skip to main content
Settings Settings for Dark

ઊંઝામાં દિવ્યાંગને આત્મનિર્ભર બનાવી સ્વમાનભેર જીવતા શીખવાડી રહ્યું છે પરિશ્રમ ગ્રુપ

Live TV

X
  • "મંજિલ ઉન્હેં મિલતી હે જિન કે સપનો મેં જાન હોતી હે , પંખો સે કુછ નહિ હોતા હોસ્લો સે ઉડાન હોતી હે" આજે દિવ્યાંગ લોકોની સંઘર્ષમય જિંદગી વચ્ચે આ યુક્તિને સાર્થક સાબિત કરતા ઊંઝામાં એક દિવ્યાંગ શિક્ષકે માનવ મંદિરના સહયોગ થી વિદ્યાર્થોઓને આત્મનિર્ભર બનાવ્યા છે ઊંઝામાં આવેલ માનવમંદિર દ્વારા નિઃશુલ્ક સેવા આપતા દિવ્યાંગ લોકોને લાવવામાં આવે છે અને માનવ મંદિરમાં આવ્યા બાદ માનસિક કે શારીરિક દિવ્યાંગતા ધરાવતા લોકોને તેમને અનુકૂળ વાતાવરણ પ્રદાન કરી તેમનામાં રહેલી કલા અને શક્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

    પરિણામે આજે અહીં આવેલા દિવ્યાંગ લોકો સ્વમાનભેર પોતાની જાતે દિનચર્યા મુજબ જીવન જીવતા શિખ્યા છે સામાન્ય રીતે દિવ્યાંગ લોકો પોતાની દિનચર્યા પોતાની જાતે ન કરી શકતા સમાજમાં તરછોડાતા હોય છે ત્યારે માનવમંદિરમાં કામ કરતા દિવ્યાંગ કનુભાઈ દ્વારા પોટ દિવ્યાંગ હોવા થી દિવ્યાંગોને પડતી તકલીફો સમજી સવારે ઉઠવા થી લઈ રાત્રે સુવા સુધીની દિનચર્યા માટે ખાસ શિક્ષણ આપવામાં આવે છે જેથી તેઓ કોઈના માથે બોજ બન્યા સિવાય પોતાની જાતે પોતાનું કામ કરી સ્વંભિમાન ભેર જીવન જીવતા થઈ રહ્યાં છે આજે ઊંઝા ખાતે રહેલા 30 થી 40 જેટલા દિવ્યાંગ બાળકોને માનવ મંદિરમાં ભોજન, શિક્ષણ-પ્રશિક્ષણ, સંગીત , યોગ , કસરત , ફિજયોથેરાપી અને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહ્યું છે.

     ત્યારે અહીંયા મુક્ત વાતાવરણ વચ્ચે દિવ્યાંગ બાળકોમાં તેમની માનસિક અને શારીરિક તકલીફો ધીમે ધીમે દૂર થતા તેમનામાં રહેલી કલા અને શક્તિને બખૂબી રીતે તેઓ અદા કરી રહ્યા છે પરિણામે અહીં થી બે બાળકોની શારીરિક અને માનસિક સ્થિતિ બદલાતા નોર્મલ થઈ તેઓ સામાન્ય લોકોની જેમ જીવન જીવતા થયા છે આ દિવ્યાંગ બાળકો સતત 2 કલાક સુધી સ્ટેજ પ્રોગ્રામ આપવાની ક્ષમતા ધરાવે છે તો વિવિધ એક્ટિવિટી થકી પોતે આત્મનિર્ભર બન્યા છે જેમાં આ દિવ્યાંગ બાળકો જુદી જુદી ફ્લેવરની ખુશ્બુદાર અગરબત્તી અને પગલુંછણીયા સહિતની ચીજ વસ્તુઓ બનાવી વેપાર થતા પોતાના માટે તે આવક ઉપયોગ કરી રહ્યા છે આમ આજે મહેનત કરી પોતાનામાં રહેલી કલા અને શક્તિને બહાર લાવી દિવ્યાંગ બાળકો પણ પોતે આત્મનિર્ભર બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply