કોરોનાનો ફેલાવો રોકવા કેટલાક નાના ગામો અને શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યું
Live TV
-
કોરોનાનો ફેલાવો રોકવા કેટલાક નાના ગામો અને શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં લીમડીમાં ગઇકાલે સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો. લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને એકબીજાનો સંપર્ક ટાળ્યો હતો. મહિસાગર જિલ્લાનાં મુખ્ય મથક લુણાવાડામાં ગઇકાલથી 15 દિવસ સુધી બજારો બંધ કરાવવામાં આવ્યા. મહિસાગર જિલ્લાનાં અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોનાનાં કેસમાં વધારો થતાં તંત્ર દ્વારા લુણાવાડા શહેરમાં ભીડભાડવાળા બજારોને ગઇકાલથી 15 દિવસ સુધી બંધ કરાવવામાં આવ્યા છે. આ બજારોને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી તંત્ર દ્વારા બજારો બંધ કરાવવામાં આવ્યા છે. દરમિયાન જામનગર નજીક મોટી બાણુગાર ગામના ગ્રામજનોએ આજે શનિવાર રાત્રીથી એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. છેલ્લા અઠવાડિયામાં 25થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવતા આ નિર્ણય લીધો છે.
