Skip to main content
Settings Settings for Dark

ચૈત્રી વદ સાતમ ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિર કોરોનાના કારણે બંધ

Live TV

X
  • ચૈત્રી વદ-૭ (સાતમ)દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર ૨૦૦ વર્ષ કરતા વધુ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. ચૈત્રી વદ (૭) સાતમ અને શ્રાવણ વદ-૭(સાતમ) ના રોજ મેળો ભરાય છે.

    ચૈત્રી વદ-૭ (સાતમ)દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે.  ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર ૨૦૦ વર્ષ કરતા વધુ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. ચૈત્રી વદ (૭) સાતમ અને શ્રાવણ વદ-૭(સાતમ) ના રોજ મેળો ભરાય છે. જેમાં, હજારો ની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. ત્યારે  ગયા વર્ષે  અને આ વખતે કોરોના ના કહેર સામે સાવચેત રહેવા માટે મંદિર દર્શનાથી માટે બંધ રાખેલ છે. આ જગ્યા ઉપર હવન તેમજ મહાપ્રસાદનું આયોજન થતું હોય છે જે આ વખતે બંધ છે. ઉલ્લેખનીય છે કે આજના દિવસે  આજુ-બાજુનાં ગામડાનાં લોકો અહીયા દર્શન કરવા  આવતા  હોય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply