ત્રણગણા પૈસાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા 5 આરોપીની ધરપકડ કરતી અંબાજી પોલીસ
Live TV
-
બનાસકાંઠા જિલ્લામાં ત્રણગણા પૈસાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા 5 આરોપીની અંબાજી પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ ભારત સરકારના નામે આનંદ શ્રી મલ્ટિ પર્પઝ કો. ઓપરેટીવ સોસાયટીના નામે ઓફિસ શરૂ કરી હતી. અને આ સંસ્થાના નામે 348 લોકોને ખાતેદાર બનાવ્યા હતા. આરોપીઓએ વિવિધ ખાતેદારો સાથે 65 લાખથી વધુની છેતરપિંડી કરી હતી. પોલીસે કિરણ પટેલ અમૃત પટેલ ગોવિંદ ચૌધરી ગોપાલસિંહ સોલંકી અને કનકસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. પાલનપુર અને ધાનેરામાં સૌથી વધારે લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આરોપીઓ રોકાણકારોને ભારત સરકારની વિવિધ યોજનાઓની લોભામણી લાલચ આપી તેમનો ફાયદો ઉઠાવતા હતા. જોકે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે અંગે પોલીસ તપાસમાં જાણવા મળશે.
