નવસારીના અમલસાડી ચીકુની માંગ દિલ્હીમાં વધી
Live TV
-
નવસારીમાં આવેલ અમલસાડના અમલસાડી ચીકુની માંગ દિલ્હીના માર્કેટમાં વધુ છે. 2007માં રેલવે તંત્રએ ટ્રેન બંધ કરી હતી. જે ટ્રેન સી.આર. પાટીલના પ્રયાસ થકી ફરી શરૂ થઈ છે. અગાઉ ખેડૂતોને લોકલ માર્કેટ અથવા વધુ રૂપિયા ખર્ચીને કન્ટેનર મારફતે ચીકુ દિલ્હી પહોંચાડવામાં આવતા હતા. પરિણામે ચીકુની વયમર્યાદાઓ ઓછી હોવાને કારણે ચીકુ બગડી જવાના ચાન્સ વધુ રહેતા હતા.. હવે રેલવે મારફતે ચીકુનું પરિવહન શરૂ થતાં અમલસાડના ચીકુ વહેલા દિલ્હી પહોચી જતા ખેડૂતોને સારો નફો મળી રેહતા ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.
