પાટણના ચાણસ્મા ખાતે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૭૧ ગ્રામ પંચાયતોમાં ૧ લાખ ૧૧ હજાર ૧૧૧ રોપાઓનું રોપણ કરવામાં આવ્યું
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસઈપુરા ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૭૧ ગ્રામ પંચાયતોમાં ૧ લાખ ૧૧ હજાર ૧૧૧ રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ગામનાં સરપંચો અને અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં સંબોધન કરતાં મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, તાજેતરમાં તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યભરમાં દોઢ લાખ વૃક્ષો ધરાશાયી થયા છે તેની ખોટ પૂરી કરવા માટે વનીકરણ આવશ્યક બન્યું છે. કોરોના જેવી મહામારીમાં પણ પ્રાણવાયુની સૌથી વધુ જરૂરિયાત ઉભી થતી હતી ત્યારે કુદરતી ઓક્સિજન પ્લાન્ટ જેવા વૃક્ષોના વાવેતર અને તેના જતનની જવાબદારી આપણી સૌની હોવા પર ભાર મુક્યો હતો.
