પોરબંદરઃ આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે ગ્રામ હાટ ખાતે ઓર્ગેનિક ફૂડ બજાર ખુલ્લુ મૂકાયું
Live TV
-
પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વિવિધ કાર્યકામો યોજાયા હતા. ગ્રામ હાટ ખાતે ઓર્ગેનિક ફૂડ બજાર ખુલ્લુ મૂકાયું હતું. અહીં ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલી ઓર્ગેનિક ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં પણ રાજ્ય કૃષિમંત્રી આર.સી ફળદુની ઉપસ્થિતિમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં ગ્રામ હાટ ખાતે ઓર્ગેનિક ફૂડ બજાર કૃષિમંત્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નગરજનોએ અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લીધો હતો.
