Skip to main content
Settings Settings for Dark

બોટાદ:સાળંગપુરમાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરતા હનુમાન જયંતિની ઉજવણી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ સંદેશ દ્વારા દેશવાસીઓને હનુમાન જયંતિના પર્વની શુભકામના પાઠવી હતી.

    આજે હનુમાન જયંતિ છે.આમ તો દર વર્ષે બોટાદના સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની જયંતી પર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.. પરંતુ કોરોના સંક્રમણના વધતા કેસ અને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરતા હનુમાન જયંતિની ઉજવણી મર્યાદીત કરવામાં આવી છે. વહેલી સવારે દાદાની મંગળા આરતી કરાયા બાદ બપોરે દાદાને 1 હજાર 111 કિલોનો લાડુ ધરાવવામાં આવશે સાથે જ અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. તો સાંજે દાદાના ગર્ભગૃહને દિવડાઓથી શણગારવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, કોરોનાની માર્ગદર્શિકાને પગલે ભક્તો માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે જો કે, મંદિર ટ્રસ્ટ દ્વારા દાદાની આરતી થી લઈને પૂજા વિઝિ ઓનલાઈન નિહાળી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ સંદેશ દ્વારા દેશવાસીઓને હનુમાન જયંતિના પર્વની શુભકામના પાઠવી હતી.. તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે., આજે હનુમાનજીના ભાવ અને સમપર્ણને યાદ કરવાનો દિવસ છે. દેશમાં ચાલી રહેલી કોરોના સામેની લડાઈમાં હનુમાનજીના આશીર્વાદ મળતાં દરેકને મળતા રહે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply