મધ્યમ વર્ગની સ્ત્રીઓને રાહતદરે વાળ કાપી આપે છે સુરતના કેતન હિરપરા
Live TV
-
સુરતના ચૌટા બજારમાં સલુન ધરાવતા કેતન હિરપરાએ જે મહિલાઓ પાર્લરમાં જઈને વાળ નથી કપાવી શકતી તેવી મહિલાઓ માટે ફક્ત 1 રૂપિયામાં જ વાળ કાપી આપવાની વ્યવસ્થા કરી છે
મહિલાઓ જો પાર્લરમાં વાળ કપાવવા જાય તો ઓછામાં ઓછો ખર્ચો 200 રૂપિયા થાય અને જો મોંઘા સલૂનમાં જાય તો 2,000 રૂપિયા સુધીનો પણ ખર્ચો થઈ જતો હોય છે. ત્યારે સુરતમાં સલુન ચલાવતા એક ભાઈ એવા પણ છે જે ફક્ત 1 રૂપિયામાં જ વાળ કાપી આપે છે. સુરતના ચૌટા બજારમાં સલુન ધરાવતા કેતન હિરપરાએ જે મહિલાઓ પાર્લરમાં જઈને વાળ નથી કપાવી શકતી તેવી મહિલાઓ માટે આ વ્યવસ્થા કરી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 68 મા જન્મ દિવસે 6,80,000 મહિલાઓના વાળ ફક્ત 1 રૂપિયામાં કાપવાનો સંકલ્પ લીધો છે. તો ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેતનભાઈ એક રૂપિયાનું પેમેન્ટ માત્ર ડિજીટલ દ્વારા જ લે છે. કેતનભાઈએ આ ઓફરની શરૂઆત ચાર મહિના અગાઉં કરી હતી. આ ઓફરનો લાભ ઉઠાવવા માટે ઘણી મોટી સંખ્યામાં મહિલાઓ અહીં આવી રહી છે.
