વધતાં કોરોના કેસોને ધ્યાનમાં લઇને આઇ.આર.સી.ટી.સી. દ્વારા સંચાલિત અમદાવાદ- મુંબઇ તેજસ એક્સપ્રેસ એક મહિના માટે રદ કરવાનો લેવાયો નિર્ણય
Live TV
-
વધતાં કોવિડ-19 ના કેસોને ધ્યાનમાં લઇને આઇ.આર.સી.ટી. સી.દ્વારા સંચાલિત અમદાવાદ- મુંબઇ તેજસ એક્સપ્રેસ એક મહિના માટે રદ કરવાનો નિર્ણય કરાયો છે. આ ટ્રેનનું સંચાલન આગામી બીજી એપ્રિલ સુધી બંધ રહેશે. અમદાવાદ- કેવડિયા વચ્ચે દોડતી જનશતાબ્દી સ્પેશ્યલ ટ્રેન હવેથી દરરોજ ચાલશે. તાજેતરમાં આ ટ્રેન દર સોમવારે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો પશ્ચિમ રેલ્વે દ્વારા આ નિર્ણય રદ કરાયો છે.
