Skip to main content
Settings Settings for Dark

સાં.કાંના નવાભગા ગામે કરી પહેલ, સમગ્ર ગ્રામજનોએ એકસાથે ત્યજ્યું વ્યસન 

Live TV

X
  • સાબરકાંઠાના અંતરિયાળ આદિવાસી ગામ નવાભગાએ કરી આવકાર્ય પહેલ.યુવાધન વ્યસનનાં રસ્તે ના ચડે તે માટે કરી પહેલ - દારૂના વેચાણ કે પીવે તો દંડનીય કાર્યવાહી કરાશે.ગ્રામજનો પોતે વ્યક્તિને પકડી પોલીસને હવાલે કરશે.

    સાબરકાંઠાના વિજયનગરના સરહદી વિસ્તારના નવા ભગા ગામે આવકાર્ય પહેલ કરી છે. સરહદી વિસ્તાર હોવાનાં લીધે ગામનાં યુવાઓમાં વ્યસનનું પ્રમાણ પણ જોવા મળતું હતું. યુવાનો વ્યસનના કારણે કોઈ નોકરી ધંધા-રોજગાર તરફ વળતા નથી. 

    ગામ નો વિકાસ થવાને બદલે વિકાસ રૂંધાઇ રહ્યો હતો, જેનું મૂળ માત્ર કારણ દારૂ જ હતો આના કારણે ગ્રામજનોની એક બેઠક બોલાવી. તેમજ દારૂ બંધી વિષય પર ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને અંતે ગ્રામજનોએ ગ્રામ સભાની અંદર એક ઠરાવ પસાર કર્યો કે ગામમાં દારૂબંધીનાં કાયદાનો કડક અમલ કરાશે. 

    તેમજ ગામનો કોઈ પણ યુવાન દારૂ પીશે નહિ. જો આમ કરતા પકડાશે તો તેને ગામ આગેવાનો જાતે પકડી પોલીસને હવાલે કરશે. ગુજરાતનું એવું અંતરિયાળ આદિવાસી વિસ્તાર નું એક એવું ગામ છે, જેણે કડક દારૂબંધી માટે પહેલ કરી છે. જો ગુજરાતના દરેક ગામડાઓમાં આવી જાગૃતતા આવે તો ગુજરાતમાં દારૂબંધી આપોઆપ થઈ જાય તેમ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply