સાબરકાંઠાનાં ખેડૂતો માટી કે જમીન વગર જ વિવિધ શાકભાજીનું કરી રહ્યા છે ઉત્પાદન
Live TV
-
ઓર્ગેનિક ખાતર દ્વારા જમીન પર વિવિધ શાકભાજી, બાગાયતી પાક તથા અનાજનું ઉત્પાદન તો થાય છે પણ સાબરકાંઠા જીલ્લાનાં ખેડૂત માટી કે જમીન વગર ફકત પાણી દ્વારા જ વિવિધ શાકભાજીનું ઉત્પાદન કરીને મબલખ આવક મેળવી રહ્યા છે. સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નીચીધનાલ ગામના ખેડૂત મેહુલભાઈ પટેલ પોતાના ખેતરમાં હાઈડ્રોફોનીક પધ્ધતિ દ્વારા ફકત પાણીના ઉપયોગથી વિવિધ શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે, જેમાં માટી કે જમીનનો ઉપયોગ કરાયો નથી. પાણીના રૂટ સપોર્ટ માટે હાઈડ્રોટોન અને નાળીયેરના છોતરાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે આ શાકભાજીની માવજત કરવા માટે ઠંડક આપવી પણ જરુરી છે.
આ ખેતીમાં લીફી(પાંદડાવાળા શાકભાજી)માં લેટ્યુજન, બ્રોકલી, પાલક, ઈટાલીયન બેઝીલ, ધાણા, મેથીનું મબલખ ઉત્પાદન કરીને સારી આવક મેળવી રહ્યા છે. સાથે સાથે નવા પાક માટે બીજી બાજુ ધરુ પણ અહીંયા જ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખાસ તો ખેડુત બજારમાં શાકભાજી વેચતા નથી પણ ઓર્ગેનિક ખાતરવાળુ શાકભાજી હોવાથી ગ્રાહકો ખેતરમાં આવીને જ શાકભાજી લઈ જાય છે જેથી છૂટક શાકભાજી વેચીને સારી આવક મળી રહે છે.
