Skip to main content
Settings Settings for Dark

‘લોકેટ નીયરેસ્ટ પોલીસ સ્ટેશન' મોબાઇલ એપ મુશ્કેલીમાં કરશે મદદ

Live TV

X
  • જો તમે કોઇ અજાણ્યા વિસ્તારમાં છે અને અચાનક જ કોઇ પરેશાનીમાં ફસાઇ જાવ છો, જ્યાં તમારે પોલીસની મદદની જરૂરિયાત હોય. એવામાં તમારે ડરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં ‘લોકેટ નીયરેસ્ટ પોલીસ સ્ટેશન' મોબાઇલ એપ (Locate Nearest Police Station Mobile App) તમારી મદદ કરશે. આ એપનાં માધ્યમથી તમને માત્ર નજીકનાં પોલીસ સ્ટેશનનાં લોકેશન જ નહીં, પરંતુ ત્યાંનાં ફોન નંબર વિશે પણ જાણકારી મળી જશે અને તમે ત્યાં સંપર્ક કરીને સીધી મદદ પણ માગી શકો છો.

    કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની અધ્યક્ષતામાં થયેલા એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો એટલે કે NCRB દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મોબાઇલ એપને લોન્ચ કરવામાં આવી. સામાન્ય લોકો આ એપને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં digitalpolice.gov.in પોલીસ પોર્ટલથી ડાઉનલોડ કરી શકે છે.

    આ એપ વિશેષ રૂપથી કોઇ પણ ઇમરજન્સી સ્થિતિ દરમિયાન, વિશેષ કરીને મહિલા મુસાફરો, આંતરરાજ્ય મુસાફરો, ડોમેસ્ટિક અને વિદેશી પર્યટકો સહિત વિભિન્ન ઉપયોગકર્તાઓની મદદ કરશે. આ એપમાં 112 ડાયલ કરવાની સુવિધા પણ છે અને સાથે જ સ્થાનિક પોલીસને પણ કોલ કરી શકાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply