12 માર્ચના રોજ વિશ્વ અગ્નિહોત્ર ડે, જાણો શું છે ખાસ
Live TV
-
12 માર્ચ એટલે વિશ્વ અગ્નિહોત્ર દિવસ...સૌને મનમાં સવાલ થતો હશે કે આ દિવસે શું થાય છે..ખૂબ ઓછા લોકો જાણતા હશે આ દિવસની ઉજવણી વિશે..અગ્નિહોત્ર એટલે અગ્નિમાં આહુતિ અર્પણ કરીને કરવામાં આવતી ઈશ્વરી ઉપાસના.આપણે ગુજરાતીમાં તેને અન્વાધાન પણ કહી શકીએ...આ એક વૈદિક પરંપરા છે જેનાથી વાતાવરણ તો શુદ્ધ થાય જ છે, અને સાથે સાથે એક સૂક્ષ્મ ઉર્જા નો સંચાર વ્યાપે છે જેનાથી પશુ-પંખી, વૃક્ષ, છોડ, વનસ્પતિ, અને મનુષ્ય જાતી દરેક ને ઉર્જાવાન બનાવી ને એક સકારાત્મક ઉર્જા કવચ બને છે.
અમદાવાદની બોપલની એક શાળાએ વિશ્વ અગ્નિહોત્ર દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે..વાતાવરણ ને શુદ્ધ કરવા અને મનને પવિત્ર કરવા માટે વૈશ્વિક અગ્નિહોત્ર દિવસની ઉજવણી કરવા માટે આ આખાય પ્રોગ્રામનું આયોજન ન્યૂ ટ્યૂલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ, રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સર્વમ આઈ એમ એન ઈકો વૉરિઅર ગ્રુપ, શ્રી શ્રી એગ્રી ટ્રસ્ટ-ગુજરાત વગેરે સંગઠનના સહયોગથી સામૂહિક અગ્નિહોત્ર હોમનું આયોજન કરવામાં આવ્યુ છે..સાંજે 5 વાગ્યાથી 6.30 કલાક સુધી સામૂહિક અગ્નિહોત્ર હોમનું આયોજન છે..કોરોના ગાઈડલાઈનના પાલન સાથે અગ્નિહોત્ર દિવસ મનાવાશે..
અગ્નિહોત્ર કરવા માટે વિશિષ્ટ આકારનું તામ્ર પિરામિડ પાત્ર આવશ્યક છે. તાંબાની ધાતુમાં વહન ગુણ છે. સવારના અગ્નિહોત્ર સમયે બધી જ પ્રકારની ઉર્જા, ઉદા. વિદ્યુત, તેમ જ ઈથર દ્રવ્ય વગેરે પિરામિડ આકારના પાત્ર તરફ આકર્ષિત થાય છે. સૂર્યાસ્ત સમયે આ ઉર્જા પિરામિડ આકારના પાત્રમાંથી ફરી પાછી વેગે બહાર ફેંકાઈ જાય છે.હવન કરતી સમયે ગાયના છાણાં , ગાયનું ઘી અને અખંડ ચોખા વાપરવાથી, આ ઘટકો સંબંધિત તત્ત્વના સ્તર પર અગ્નિના સંયોગથી સૂક્ષ્મ વાયુની નિર્મિતિ કરે છે.
અગ્નિહોત્રના વાતાવરણ થકી બાળકો પર સુપરિણામ થાય છે. ચિડચિડયા અને હઠીલા બાળકો પણ શાંત થઈને ભણવામાં એકાગ્રતા સહજ રીતે સાધ્ય કરે છે. વાતાવરણ ચૈતન્યદાયી થાય છે.અગ્નિહોત્રના ઔષધીયુક્ત વાતાવરણને લીધે રોગકારક જીવજંતુઓની વૃદ્ધિ થવા પર પ્રતિબંધ મૂકાય છે...અગ્નિહોત્ર હોમ દરમિયાન નીકળતા ધૂમમાંથી વાતાવરણ શુદ્ધ અને હકારાત્મક બને છે..
