CBSE એ ધોરણ 9 થી 12 ના વર્ગો માટે શૈક્ષણિક વર્ષ 2021-22 માં અભ્યાસ ક્રમ નહીં ઘટાડવાનો લીધો નિર્ણય
Live TV
-
CBSE એ ધોરણ 9 થી 12 ના વર્ગો માટે શૈક્ષણિક વર્ષ 2021-22 માં અભ્યાસ ક્રમ નહીં ઘટાડવાનો નિર્ણય લીધો છે. શૈક્ષણિક વર્ષ 2021-22 માટેનાં અભ્યાસ ક્રમની જાહેરાત કરતી વખતે ગયા વર્ષે દૂર કરાયેલા પ્રકરણો તથા મુદ્દાઓનો CBSE એ વર્ષ 2021-22 ના અભ્યાસ ક્રમમાં ફરીથી સમાવેશ કર્યો છે. સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા મુજબ, અભ્યાસ ક્રમમાં ઘટાડોકરવાનો નિર્ણય માત્ર 2021 ની બોર્ડની પરીક્ષા પૂરતો જ લેવાયો હતો. કોવિડના લીધે ઉભી થયેલી પરિસ્થિતીને ધ્યાનમાં લઇને સીબીએસઇ એ વર્ષ 2021 ની પરીક્ષા માટેના અભ્યાસ ક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો હતો.
