GPSC ની પરીક્ષાઓ, પરિણામ અને ઇન્ટરવ્યૂ બાબતે જાણવા જેવી માહિતી
Live TV
-
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને કોરોનનાને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષા વિશે પ્રશ્નો હશે. માટે ઉમેદવારોની તમામ મુંઝવણ ઉકેલાય તે માટે ગુજરાત જાહેર સેવા આયોગના ચૅરમૅન દિનેશ દાસા દ્વારા ટ્વિટર પર #AskChairman ડ્રાઈવ કરવામાં આવી હતી. તો જાણીયે કે આગામી પરીક્ષાઓ માટે આયોગની શું તૈયારી છે? અને બાકી પરીક્ષાઓ અને ઈંટવરવ્યૂ ક્યારે લેવાશે?
સૌ પ્રથમ રીવાઈઝડ કેલેન્ડર અને પરીક્ષાના કાર્યક્રમ વિશે GPSC નાં અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે, એપ્રિલ મહીનાના અંતમાં કે મે ની શરૂઆતમાં કોરોનાની સ્થિતિનું આંકલન કરી નવો પરીક્ષા કાર્યકમ જાહેર કરવામાં આવશે. પરીક્ષાઓ સંભવત 15મી થી શરૂ થશે. મોકૂફ રહેલી પરીક્ષાઓ પહેલા લેવાશે.અને કઈ પરીક્ષા ક્યારે લેવાશે તે માટે કેલેન્ડરની રાહ જોઈએ.
હાલની પરિસ્થિતિ જોતા મેની પરીક્ષાઓ વિશે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ કમિશન 15 મે પછી પરીક્ષાઓ શરૂ કરવાનો પ્રયાસ કરશે. પરીક્ષાઓની શરૂઆત RFOની પરીક્ષાથી કરી શકાશે એપ્રિલમાં સ્થગિત કરવામાં આવેલી તમામ પરીક્ષાઓ પહેલા અને અન્ય પરીક્ષાઓ પછી લેવામાં આવશે. પરીક્ષાનું નુવું કેલેન્ડર હજી તૈયાર કરવામાં આવી રહ્યું છે.
વધુમાં વિવિધ પરીક્ષાનાં પરિણામ અને ઇન્ટરવ્યુ વિશે અધ્યક્ષ દિનેશ દાસાએ ટ્વિટ મારફતે જણાવ્યું કે, ફેબ્રૂઆરીમાં યોજાયેલી તમામ પ્રિલિમ પરીક્ષાના રિઝલ્ટ આ મહિનાના અંત સુઘી પ્રકાશિત કરવામાં આવશે.ઉમેદવારોએ એ જાણવું જરૂરી છે કે, કમિશન દ્વારા સો પરીક્ષા સો દિવસોમાં લીધી છે જેના પરિણામે કોવિડ મહામારીમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરતી અમુક શાખાઓ પર કામનું ભારણ છે. DySoનું પરિણામ એપ્રિલ મહિનાનાં અંતમાં અથવા મેં મહિનાના ના શરૂઆતમાં આવશે.
પરિસ્થિતિ સામાન્ય થયા બાદ કમિશન બાકી ઈન્ટર્વ્યૂસનું સમયપત્રક જાહેર કરશે. જુલાઈમાં GPSC વર્ગ 1 અને 2 પૂર્વે રસાયણશાસ્ત્ર, ગુજરાતી, સમાજશાસ્ત્ર, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને અન્ય વિષયો માટેના સહાયક પ્રોફેસર માટેના ઇન્ટરવ્યુસને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે.
અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ડેન્ટલ સર્જન, ક્લાસ 2, જાહેરાત નં. 32 નો સવાલ છે, તો તેમાં ડેન્ટલ કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે નોંધણી સંબંધિત પ્રશ્ન ઉભો થયો હતો. આ સંદર્ભે કમિશને કાર્યવાહી કરી છે અને ઇન્ટરવ્યુ માટેના પાત્ર ઉમેદવારોની સૂચિ વહેલી તકે પ્રકાશિત કરવામાં આવશે.
