Skip to main content
Settings Settings for Dark

ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાએ પાવો નૂરમી ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

Live TV

X
  • વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ ફિનલેન્ડના તુર્કુમાં પાવો નુર્મી ગેમ્સ 2024માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 85.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    નીરજનો મુકાબલો એન્ડરસન પીટર્સ, ટોની કેરેનન, કેશોર્ન વોલકોટ, ઓલિવર હેલેન્ડર અને મેક્સ ડેહિંગ સહિત ઘણા વૈશ્વિક પ્રતિભાઓ સામે સ્પર્ધા હતી. ફિનલેન્ડનો ટોની કેરેનન (84.19 મીટર) બીજા સ્થાને રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. ફિનલેન્ડના ઓલિવર હેલેન્ડરે ત્રીજું સ્થાન (83.96 મીટર) મેળવ્યું હતું

    પાવો નૂરમી ગેમ્સ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન

    પ્રથમ પ્રયાસ – 83.62 મીટર

    બીજો પ્રયાસ - 83.45 મીટર

    ત્રીજો પ્રયાસ – 85.97 મીટર

    ચોથો પ્રયાસ – 82.21 મીટર

    પાંચમો પ્રયાસ - ફાઉલ

    છઠ્ઠો પ્રયાસ – 82.97 મીટર

    જો કે, બીજા પ્રયાસમાં પાછળ રહ્યા બાદ, નીરજે ત્રીજા પ્રયાસમાં  85.97 મીટરના થ્રો સાથે લીડ મેળવી. આઠ ભાલા ફેંકનારાઓમાં નીરજ એકમાત્ર ખેલાડી હતો જેણે 85 મીટરનો થ્રો ક્લીયર કર્યો હતો.ઓલિવિયર તેના ત્રીજા પ્રયાસમાં 83 મીટરથી આગળ પણ ન જઈ શક્યો અને તેણે 82.60 મીટરનો થ્રો કર્યો. ત્રીજો પ્રયાસ પૂરો થયા બાદ પણ નીરજે પોતાની લીડ જાળવી રાખી હતી.

    .26 વર્ષીય નીરજ ચોપરા ગયા મહિને તેની જાંઘના સ્નાયુઓમાં હળવા દુખાવાના કારણે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાંથી ખસી ગયો હતો. દોહા ડાયમંડ લીગથી પોતાની સીઝનની શરૂઆત કરનાર ચોપરા હવે 7 જુલાઈએ પેરિસ ડાયમંડ લીગમાં ભાગ લેશે.   

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
apply