Skip to main content
Settings Settings for Dark

કૃણાલ બન્યા RCBની જીતના હીરો, હાર બાદ MI પ્લેઓફ રેસમાંથી બહાર ફેંકાઈ

Live TV

X
  • આઈપીએલ 2026ના 54માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને 2 વિકેટથી હરાવ્યું. શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં MI પાસેથી મળેલા 167 રનના લક્ષ્યને RCBએ મેચના છેલ્લા બોલે 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. આ હાર સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

    વિરાટ કોહલી થયો ગોલ્ડન ડક
    લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCBની શરૂઆત સારી રહી નહોતી. વિરાટ કોહલીને દીપક ચાહરે 'ગોલ્ડન ડક' પર પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ દેવદત્ત પડિક્કલ પણ 11 બોલનો સામનો કર્યા બાદ 12 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રજત પાટીદાર બેટથી કંઈ ખાસ કમાલ ન કરી શક્યો અને તે 8 રન બનાવીને આઉટ થયો. જેકબ બેથેલ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો અને 27 રન બનાવ્યા બાદ કોર્બિન બોશનો શિકાર બન્યો.

    કૃણાલ પંડ્યાની શાનદાર બેટિંગ
    જિતેશ શર્મા 12 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો, જ્યારે ટિમ ડેવિડને કોર્બિન બોશે પહેલા જ બોલ પર રિયાન રિકલટનના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલ્યો. કૃણાલ પંડ્યાએ એક છેડેથી શાનદાર બેટિંગ કરી અને 46 બોલમાં 73 રનની લાજવાબ ઈનિંગ રમી. પોતાની આ ઈનિંગમાં કૃણાલે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. ભુવનેશ્વર કુમાર 2 બોલમાં 7 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે રસિખ સલામે અણનમ 3 રન બનાવીને ટીમને જીત અપાવી. મુંબઈ તરફથી બોલિંગમાં કોર્બિન બોશે 26 રન આપીને 4 વિકેટ ઝડપી, જ્યારે દીપક ચાહરે 2 વિકેટ પોતાના નામે કરી.

    સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ યથાવત્
    આ પહેલા, મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 166 રન બનાવ્યા હતા. MIની શરૂઆત ખરાબ રહી અને રિયાન રિકલટનને ભુવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં 2 રનના સ્કોર પર આઉટ કર્યો. રોહિત શર્મા 10 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો. સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ આ મુકાબલામાં પણ ચાલુ રહ્યું અને તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો. નમન ધીર અને તિલક વર્માએ ચોથી વિકેટ માટે 57 બોલમાં 82 રનની ભાગીદારી નોંધાવી હતી.

    નમન 32 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો, જ્યારે તિલક વર્માએ 42 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. RCB તરફથી બોલિંગમાં ભુવનેશ્વર કુમારે 23 રન આપીને 4 વિકેટ ઝડપી. તો જોશ હેઝલવુડ, રસિખ સલામ અને રોમારિયો શેફર્ડે એક-એક વિકેટ પોતાના નામે કરી. આ જીત સાથે જ RCBના 14 પોઈન્ટ્સ થઈ ગયા છે અને Points Tableમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply