ટી-20 વર્લ્ડ કપમાં નેપાળ સામે બાંગ્લાદેશનો 21 રનથી વિજય
Live TV
-
ટી-20 વર્લ્ડ કપના 37માં મુકાબલામાં નેપાળ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચમાં બાંગ્લાદેશનો 21 રનથી વિજય થયો છે. નેપાળે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ નેપાળની ટીમ બાંગ્લાદેશનો 107 રનનો ટાર્ગેટ ચેઝ ન કરી શકી અને માત્ર 85 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.
બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચેના મુકાબલામાં નેપાળે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટીંગ માટે મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમે કોઈ ખાસ કમાલ કર્યો નહતો. બાંગ્લાદેશની ટીમ 107 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી ઉતરેલા તંજીદ હસન ઝીરો પર અને લટન દાસ 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જોકે બાંગ્લાદેશની ટીમે 19.3 ઓવરમાં 106 રન બનાવ્યા હતા. બાંગ્લેદશની ટીમે આપેલા 107 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં નેપાલની ટીમ માત્ર 85 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના પગલે બાંગ્લેદેશે મેચ જીતી લઈ સુપર 8માં સ્થાન મેળવી લીધુ છે.
