ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હરાવ્યું
Live TV
-
ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરી
પહેલી ટેસ્ટમાં વેલિંગ્ટનમાં ભારત 10 વિકેટે હાર્યું હતું. આ મેચમાં ટોસ હારીને ભારતે પ્રથમ દાવમાં 242 રન કર્યા હતા. જવાબમાં કિવિઝ 235 રન જ કરી શક્યું હતું. બીજી ઇનિંગ્સમાં 7 રનની લીડ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ 124 રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝને 132 રનનો ટાર્ગેટ 3 વિકેટે ચેઝ કર્યો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં T-20 સિરીઝ 5-0થી જીત્યા પછી ઇન્ડિયન ટીમ વનડેમાં 0-3 અને ટેસ્ટમાં 0-2થી હાર્યું.
