બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં ભારત
Live TV
-
ભારતે ઇન્ડોનેશિયાના યોગકાર્તામાં ગ્રૂપ Cની મેચમાં ફિલિપાઇન્સને 3-2થી હરાવીને બેડમિન્ટન એશિયા જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. ભારતીય ટીમે ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં વિયેતનામને 5-0થી હરાવ્યું હતું, તેણે સ્પર્ધામાં તેના બીજા મુકાબલો માટે તેની લાઇન-અપમાં થોડા ફેરફારો કર્યા હતા. જેમાં બોયઝ સિંગલ્સમાં પ્રણય શેટ્ટીગરની જગ્યાએ રૌનક ચૌહાણને લેવા માં આવ્યા હતા.
સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ રનર-અપ તન્વી શર્માએ ફન્ટાસ્પિના ક્રિસ્ટેલ રેઈ સામે 21-9, 21-17થી જીત મેળવીને ભારતની શરૂઆત કરી હતી, પરંતુ ચૌહાણ જમાલ રહેમત પાંડી સામેની શરૂઆતની ગેમ જીત્યા બાદ ગતિ જાળવી શક્યો નહોતો અને 15-21થી હારી ગયો હતો. આ પછી વેન્નાલા અને શ્રાવણીએ હર્નાન્ડેઝ એન્ડ્રીયા અને પેસિયસ લિબટનને 39 મિનિટમાં 23-21, 21-11થી હરાવીને ભારતને ફરી એક વખત આગળ કર્યું. ભાર્ગવ રામ એરિગેલા અને કે. વેન્નલાની મિક્સ ડબલ્સની જોડી ફાઈનલ મેચ હારી ગઈ.
ભારત હવે રવિવારે ગ્રુપ વિજેતા નક્કી કરવા માટે યજમાન ઇન્ડોનેશિયા સામે ટકરાશે. ઈન્ડોનેશિયાએ પણ તેની બે ગ્રુપ મેચોમાં ફિલિપાઈન્સને 5-0 અને વિયેતનામને 4-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.
