Skip to main content
Settings Settings for Dark

મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર નિશાનબાજી સ્પર્ધામાં ક્વોલિફાય કરીને ફાઇનલમાં પહોંચી

Live TV

X
  • ભારતની બીજી એથ્લેટ રિધમ સાંગવાન ફાઈનલમાં સ્થાન મેળવવા અસફળ

    પેરિસ ઓલિમ્પિત 2024 માં ભારતના ખોળે સુવર્ણ પદક આવવાની આશા હજુ અમર છે. કારણ કે.... આજરોજ નિશાનબાજ સ્પર્ધામાં ભારતીય મહિલા ખેલાડી મનુ ભાકરે શાનદાર પ્રદર્શન કરીને ક્વોલિફિકેશન રાઉન્ટને પાર કર્યો છે. ત્યારે મનુ ભાકરે ભારતને સુવર્ણ પદક આપવાની કમાન સંભાળી છે.  મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 580-27x શૉટ કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે.

    ભારતની બીજી એથ્લેટ રિધમ સાંગવાન ફાઈનલમાં સ્થાન મેળવવા અસફળ

    મનુ ભાકરના ક્વોલિફિકેશન પ્રયાસમાં, તેણીએ છ રાઉન્ડમાં 97, 97, 98, 96 અને 96 નો સ્કોર નોંધાવ્યો અને હંગેરીની વેરોનિકા મેજર (582-22x) અને કોરિયા રિપબ્લિકની ઓહ યેજિન (582-20x) પાછળને માત આપી હતી. આ કેટેગરીમાં ભારતની બીજી એથ્લેટ, રિધમ સાંગવાન, 15 માં સ્થાને રહીને ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી,  કારણ કે તેનો સ્કોર 573-14x હતો.

    મનુ ભાકર ફાઈનલ માટે ક્વોલિફાય કરનારી પ્રથમ ખેલાડી

    ભારતની 10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ, જેમાં સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલ અને બંને પુરૂષ શૂટર્સ સરબજોત સિંહ અને અર્જુન સિંહ ચીમા પુરૂષોની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ મનુ ભાકરએ 10 મીટર એર શૂટિંગ સ્પર્ધામાં ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply