મહિલા ક્રિકેટ : ભારતે મુંબઈમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું
Live TV
-
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એકમાત્ર ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવ્યું છે. ભારતે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો છે. આજે મુંબઈમાં ચોથા અને અંતિમ દિવસે ભારતને જીતવા માટે 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટીમે બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
આ પહેલા આજે ઓસ્ટ્રેલિયાની આખી ટીમ બીજા દાવમાં 261 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સ્નેહા રાણાએ 63 રનમાં ચાર વિકેટ લીધી હતી.
ભારતે પ્રથમ દાવમાં 406 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 219 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે પ્રથમ દાવના આધારે ભારતને 100 અને 87 રનની લીડ મળી હતી.