મહિલા T-20 ક્રિકેટ વિશ્વકપની સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો
Live TV
-
ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે આજે રમાનારી મહિલાઓની ટ્વેન્ટી-20 વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે.
ભારતીય સમય મુજબ આ મેચ સવારના સાડા નવ વાગ્યાથી શરૂ થશે. ભારતે અગાઉ સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો નથી અથવા ઈંગ્લેન્ડને ટ્વેન્ટી-20 મેચમાં પરાજય પણ આપ્યો નથી. સ્પર્ધાની બીજી સેમી-ફાઈનલ મેચ આજે બપોરના દોઢ વાગે રમાશે, જેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા સામે રમશે. સ્પર્ધાની ફાઈનલ મેચ રવિવારે ભારતીય સમય મુજબ બપોરના સાડા બાર વાગ્યાથી રમાશે.
