મહિલા T20 વર્લ્ડ કપ 2020માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યું
Live TV
-
મહિલા T20 વર્લ્ડ કપ 2020 ની પહેલી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાજી મારી લીધી છે. ટીમ ઇન્ડિયાની મહિલા બ્રિગેડે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને 17 રને હરાવી દીધી છે. પૂનમ યાદવે આ મેચમાં 4 વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી.
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મહિલા ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડ કરની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ટૉસ જીતને પહેલા બોલિંગનો નિર્ણય લીધો જે બાદ ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યાં હતા.
