Skip to main content
Settings Settings for Dark

IPL 2024: ફાઈનલમાં પહોંચવા માટે આજે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે ખરાખરીનો જંગ

Live TV

X
  • આજે રમાનારી બીજી ક્વોલીફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સાથે થશે.

    આજે નક્કી થઈ જશે કે IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની સામે કઈ ટીમ રમશે. આજે રમાનારી બીજી ક્વોલીફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સાથે થશે. આ મેચ આજે સાંજે 7.30 કલાકે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલો બન્ને ટીમ માટે કરો યા મરો સમાન રહેશે. જે ટીમ હારશે તે આ સીઝનમાંથી બહાર થઇ જશે. અને બીજી તરફ જીતનાર ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે. 

    ઉલ્લેખનીય છે કે, પ્લેઓફની પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ કોલકાતા સામે હારી ગયું હતું. અને પ્લેઓફની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હરાવી હતી. હવે ફાઈનલ મેચમાં સ્થાન મેળવવા SRH અને RR વચ્ચે આજે ખરાખરીનો જંગ જામશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply