T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને 68 રને હરાવ્યું
ઈંગ્લેન્ડની ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં સમેટાઈ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલા T20ના રોમાંચક સેમી ફાઇનલના મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 68 રને હરાવીને દબદભાબેર ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો છે. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 171 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 57 રન અને સૂર્યકુમાર યાદવે 47 રન કર્યા હતા, જ્યારે અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. શનિવારે રમાનારી ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
