સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમીથી બચવા , લોકોને જરૂર સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઈ છે , અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. બીજા દિવસે પણ હિટ વેવે , લોકોને ત્રસ્ત કરી દીધાં હતાં. કાળઝાળ ગરમીને કારણે , લોકો આકુળવ્યાકુળ થયાં હતાં. 41 ડિગ્રી સાથે અમરેલી સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. જોકે રાજ્યના અન્ય દસ સ્થળોએ , ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો.