Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685 ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની વરણી | DD NewsSkip to main content
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. ભરતસિંહ સોલંકીના સ્થાને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઇ છે. શક્તિસિંહ ગોહિલે અમિત ચાવડાની નિમણૂંકને આવકારી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. અમિત ચાવડાએ નિમણક પછી તેમણે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમની પસંદગી કરવા બદલ રાહુલજીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુવાનોની પસંદગી કરવા બદલ આભાર. સિનિયર આગેવાનોનું માર્ગદર્શન મેળવીશ. યુવાનોની ટીમ સાથે મજબુત કામગીરી કરીશ.અમિત ચાવડાએ વધુંમાં કહ્યું હતું કે સારી કામગીરી કરનારને બદલાશે નહી. સંગઠનમાં નબળી કામગીરી કરનાર નહીં ચાલે. નબળી કામગીરી કરનારના સ્થાને યુવાનોને તક આપવામાં આવશે.
અમિત ચાવડાની રાજકીય સફર વિશે
- ચાર ટર્મથી ચૂંટાય છે અમિત ચાવડા - 2004માં પ્રથમ વખત બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા. આ સીટ પરથી પહેલાં ભરતસિંહ સોલંકી ધારાસભ્ય હતા. ભરતસિંહ પહેલાં આ સીટ પરથી ભરતસિંહના પિતા માધવસિંહ સોલંકી પણ ધારાસભ્ય રહી ચૂક્યાં હતાં. - 2012 વિધાનસભા જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક કારભાર અપાયો હતો - અમિત ચાવડા કેમિકલ એન્જિનિયર (1995)ની ડિગ્રી ધરાવે છે