રાજકોટના જેતપુર તાલુકાના સાંકળી ગામ ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતના શિક્ષિત અને દિક્ષીત નાગરીકો જ રાજ્યના વિકાસનુ વહન કરશે. સાથે તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના જોડીયા ખાતે ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો 100 MLD ક્ષમતા વાળો વોટરલ ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાઈ શકે તેવા દરથી ઉચ્ચ શિક્ષણ પુરું પાડવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. ગુજરાત સરકાર ખેડૂતોના પડખે છે તેવી હૈયાધારણા પાઠવતા તેમણે કહ્યું કે, ખેડૂતોને સરકાર તરફથી જરૂરી પાણી આપવામાં આવશે.