Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોનાની સંખ્યા 23 લાખને પાર

Live TV

X
  • કોરોનાના સંક્રમણના કારણે અત્યાર સુધી 1.59 લાખ લોકોના મોત નિપજ્યા, સૌથી ખરાબ સ્થિતિ અમેરિકાની, અહીં 7 લાખથી વધુ સંક્રમિત જ્યારે 38 હજારથી વધુના મોત.

    વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 23 લાખને પાર કરી ગઇ છે. કોરોના સંક્રમણને કારણે 1 લાખ 59 હજાર જેટલા મૃત્યુ નોંધાયા છે. સૌથી ખરાબ સ્થિતિ અમેરિકાની છે.અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 લાખ 34 હજાર થઈ ગઈ છે.જ્યારે 38 હજારથી વધારે લોકોના USAમાં મોત થયા છે.અમેરિકન વહીવટ તંત્ર સતત વધતી સંખ્યાને કારણે ચિંતિત બન્યું છે.અને સ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.તો ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં વધુ 642 લોકોના મોત થયા છે.જો કે હોસ્પિટલમાં આવનારા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.ફ્રાંસમાં અત્યાર સુધી 19 હજાર 323 લોકોના મોત થયા છે.તો ઈટલીમાં વધુ 482 લોકોના મોતથી કુલ મૃત્યુઆંક 23 ,227 થઈ ગયો છે.વિશ્વમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશમાં ઈટલી પણ છે.યુરોપમાં સૌથી વધારે મોત ઈટલીમાં થયા છે.તો સ્પેનમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા સરકાર લોકડાઉનને બે સપ્તાહ વધારવા પર વિચાર કરી રહી છે.સ્પેનમાં 14 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.ઈટલી પછી સ્પેન યુરોપનો એવો બીજો દેશ છે જ્યાં કોરોના વાયરસથી 20 હજારથી વધારે લોકોના મોત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply