દેશની સૌથી મોટી ક્વિઝ G3Q ‘‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’’ને મળ્યો બહોળા પ્રમાણમાં પ્રતિસાદ
Live TV
-
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ના અભિગમ સાથે રાજ્યમાં 7 જુલાઇથી શરૂ થયેલી દેશની સૌથી મોટી ક્વિઝ G3Q ‘‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’’ને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. માત્ર 10 દિવસમાં આ ક્વિઝ માટે 18 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા છે જે એક રેકોર્ડ સમાન છે. તમણે જણાવ્યું કે, સતત 9 અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનના પ્રથમ અઠવાડિયામાં જ ચાર લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લઇ રેકોર્ડ સર્જયો છે. જેમાં શાળા કક્ષાએ 2 લાખ 97 હજારથી વધુ, કોલેજ કક્ષાએ 52 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉપરાંત ગુજરાતના 50 હજારથી વધુ નાગરિકો આ ક્વિઝ રમ્યા હતા. આ ક્વિઝ દર અઠવાડિયે રવિવારથી શુક્રવાર દરમિયાન રમાશે, જેના વિજેતા શનિવારે જાહેર કરાશે. વિજેતાઓ ઉપરાંત ક્વિઝમાં ભાગ લીધો હોય તે ચાર લાખથી વધુ સ્પર્ધકોને ડીજીટલ પ્રમાણપત્ર પણ અપાશે. પ્રથમ અઠવાડિયામાં ભાગ લીધો હોય અને જીત્યા નથી તેવા સ્પર્ધકો બીજા અઠવાડિયામાં એમાં ફરી ભાગ લઇ શકશે. પ્રથમ અઠવાડિયામાં યોજાયેલ ક્વિઝ સ્પર્ધામાં રાજ્યની કુલ 9 હજાર 221 શાળાના વિદ્યાર્થીઓ તેમજ બે હજાર 263 કોલેજના યુવાઓએ પણ આ ક્વિઝમાં ભાગ લીધો હતો.