કેન્દ્રીય મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહની અધ્યક્ષતામાં કેવડિયામાં બેઠક, સ્ટીલ ઈન્ડસ્ટ્રીને વેગવંતુ બનાવવા પર ભાર
Live TV
-
ગુજરાતના નર્મદામાં કેવડિયા કોલોની ખાતે સ્ટીલ ઈન્ડ્સ્ટ્રી 'મેક ઈન ઈન્ડિયા' અને 'ગતિશક્તિ' ભારત સરકારના સૂત્ર સાથે સાથે કેટલી જોડાયેલી છે તે વિષય પર મહત્વની બેઠક યોજવામાં આવી. કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં સ્ટીલ ક્ષેત્રના યોગદાન અને કામગીરી પર ચર્ચા કરવામાં આવી હતી. સ્ટીલના ઉત્પાદનમાં ભારત દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશ કરનારો દેશ છે તેવું કેન્દ્રીય મંત્રીએ બેઠક દરમિયાન જણાવ્યુ હતું. મંત્રીએ વધુમાં કહ્યું કે- 'ઔધોગિક વિકાસ માટે સ્ટીલની ભૂમિકા ખૂબ મહત્વની હોવાની છે. દેશમાં ઉત્પાદિત થતા સ્ટીલમાંથી 96.2 મિલીયન સ્ટીલનો વપરાશ થાય છે અને આ વપરાશ વર્ષ 2024-25માં અંદાજે 160 મિલીયન ટન સુધી રહેશે તો વર્ષ 2030-31માં 250 મિલીયન ટન રહી શકે છે. ઘરેલુ સ્તરે સ્ટીલનું ઉત્પાદન વધે તે માટે સરકાર પ્રયત્ન શીલ છે. દેશમાં વિવિધ નિર્માણ ક્ષેત્રના કામોમાં સ્ટીલની જરૂરિયાત મહદઅંશે રહેતી હોય છે, અને આ જ કારણસર સ્ટીલનો વપરાશ વધતો રહે છે'. આગામી પાંચ વર્ષ માટે સ્ટીલ ઉદ્યોગના વિકાસ માટે 100 લાખ કરોડના રોકાણની સરકારની યોજના છે. આ રોકાણ બાદ દેશમાં સ્ટીલનું ઉત્પાદન અને વપરાશ વધુ વેગવંતુ બનશે. સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ, વિદ્યુત બરન મહતો, સતીશચંદ્ર દુબે સહિતના લોકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમીટેડ પાસેથી 1,074 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કર્યું કે- 'સ્ટીલના વધુ ઉપયોગથી બાંધકામ ક્ષેત્રમાં સમયની બચત, પર્યાવરણને નુકસાન ઓછુ થશે અને તે વાતનો ભાર બેઠકમાં મૂકવામાં આવ્યો હતો. આજે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં રોકાણ વધવાના કારણે સ્ટીલનો ઉપયોગ વધ્યો છે જેના કારણે ભારત ઝડપથી પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યુ છે.