નર્મદા જિલ્લામાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અંતર્ગત વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં
Live TV
-
સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” નામે હાથ ધરવામાં આવેલા અભિયાન અંતર્ગત સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ગ્રામ્યકક્ષાએ જ સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત થયા છે. આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલ બોરીદ્વા ગામના મુખ્ય શિક્ષક તેમજ બોરીદ્રા ગામના ૧૦ સભ્યોની જનભાગીદારી થી કોરોનાના સંક્રમણને અટકાવવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. આ અભિયાન થકી ગ્રામજનોને સમજાવીને લોકભાગીદારીથી ખરીદાયેલા ૩૦૦ જેટલાં માસ્કનું ડોર ટુ ડોર વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. બોરીદ્રા ગામની વસ્તી અંદાજે ૯૫૦ જેટલી છે. ગામમાં ૪૫થી વધુ વયના ૭૦ ટકા જેટલાં લોકોએ કોરોનાની વેક્સીન લઇ લીધી છે. આજદિન સુધી ત્રણ જ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેઓ પણ સમયસર સારવાર લઇ સંપૂર્ણપણે સ્વસ્થ છે. ગામના શિક્ષકો લોકજાગૃતિનું કાર્ય કરીને ઘરે ઘરે જઇને ગામના લોકોને માસ્ક ધારણ કરવા, વારંવાર હાથ ધોવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલનું કરવા સમજાવી રહ્યા છે.