Skip to main content
Settings Settings for Dark

સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત, વ્યાજ વગર 5 લાખ સુધીની લોન, અગ્નિવીરો માટે હરિયાણા સરકારની મોટી જાહેરાત

Live TV

X
  • હરિયાણા સરકારે અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું છે કે, પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપ સી અને સીમાં ઉંમરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. હરિયાણા સરકારે ગ્રુપ Cની જગ્યાઓ પર ભરતીમાં અગ્નિવીર માટે 5 ટકા અનામતની જાહેરાત કરી છે. તે જ સમયે, જો અગ્નવીર ચાર વર્ષ પછી પોતાનું કામ શરૂ કરવા માંગે છે, તો સરકાર તેને પોતાનું કામ શરૂ કરવા માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપશે. હરિયાણા સરકારની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં સંસદમાં અગ્નિપથ યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. 

    તાજેતરમાં જ પૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. જેમાં પૂર્વ અગ્નિવીરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ) અને સીઆરપીએફની ભરતીઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. 

    સરકાર જૂન 2022માં અગ્નિપથ યોજના લાવી હતી. યુવાનોને સંરક્ષણ સાથે જોડવા માટે આ ટૂંકા ગાળાની યોજના છે. આર્મી, એરફોર્સ અને નેવીની યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકોને નામ આપવામાં આવ્યું હતું – અગ્નિવીર. આમાં સૈનિકોની ભરતી ચાર વર્ષ માટે કરવામાં આવે છે અને તેમને આગામી ચાર વર્ષ માટે એક્સટેન્શન પણ મળી શકે છે. સેવા પૂરી થયા પછી, 25 ટકા અગ્નિવીરોને નિયમિત સેનામાં લેવામાં આવશે, જ્યારે બાકીના 75 ટકાને મોટી રકમ સાથે કૌશલ્ય પ્રમાણપત્ર આપવામાં આવશે જેથી તેઓ તેમની ક્ષમતા અનુસાર નવું કામ શોધી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
apply