Skip to main content
Settings Settings for Dark

રાજયના મંત્રીઓ સોમવારે નાગરીકોની રજુઆત સાંભળીને તેનું નીરાકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Live TV

X
  • રાજયના બધા જ મંત્રીઓ દર સોમવારે અને સાંસદ, ધારસભ્યો તથા અધિકારીઓ મંગળવારે નાગરીકોની રજુઆત સાંભળીને તેનું નીરાકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પ્રવકતા મંત્રી ઋષીકેશ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, નાગરીકો દર સોમવારે સવારના સાડા દસ વાગ્યાથી ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મંત્રીઓને મળીને રજુઆતો કરી શકશે. એવી જ રીતે નાગરીકો દર મંગળવારે સવારના સાડા દસથી બપોરના સાડા બાર સુધી સાંસદો, ધારાસભ્યો તથા અધિકારીઓને મળીને રજુઆત કરી શકશે. પટેલે જણાવ્યુ છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ પાંચ લાખ થી વધારી  10 લાખ કરવા માટે વહીવટી પ્રક્રિયા શરૂ કરાઇ છે અને ટૂંક સમયમાં તેનો અમલ શરૂ થઈ થશે. 

    એવી જ રીતે દેવભૂમિ દ્વારકા પંથકને પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બનાવવા માટે  રાજ્ય સરકારે આયોજન કર્યું છે. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા અહી મુકાશે અને શ્રીમદ ભગવદ ગીતાનો કલ્પનાતીત અનુભવ કરવતો થ્રી ડી ઝોન પણ ઊભો કરાશે. દ્વારકાની કાયાપલટ કરતાં પ્રોજેકટનું ભૂમિપૂજન 7મી સપ્ટેમ્બર 2023ની જનમાષ્ટમીના દિવસે કરાશે. પાંચ હજાર  જેટલી દૂધ મંડળી અને માછીમાર મંડળીનો ડેટાબેઝ તૈયાર કરી રાષ્ટ્રીય સ્તરે તેને નેટવર્ક સાથે જોડવાનો નિર્ણય લેવાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના હેઠળ  50
    હજાર યુવાનોને આગામી ત્રણ વર્ષમાં રોજગારલક્ષી તાલીમ અપાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply