Skip to main content
Settings Settings for Dark

હિમાચલ પ્રદેશ ખાતે આજે 68 બેઠકો પર મતદાન થશે, 412 ઉમેદવારો મેદાનમાં

Live TV

X
  • નોંધનીય છે કે, આ વખતે હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. ત્રણે પાર્ટીઓએ પ્રદેશની તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે

    હિમાચર પ્રદેશ ખાતે આજે સવારથી 68 બેઠકો પર મતદાન શરૂ થવા જઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશની 68 બેઠકો પર 412 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે આ બેઠકો પર કુલ 55,92,882 મતદારો મતદાન કરશે. ચૂંટણી પંચના પ્રમાણે હિમાચલ પ્રદેશમાં આ વખતે 28,54,945 પુરૂષ અને 27,37,845 મહિલા તથા 38 થર્ડ જેન્ડર મતદાતા મત આપશે. આની સાથે રાજ્યમાં 67,559 સર્વિસ વોટર, 56,501 દિવ્યાંગ અને 22 એનઆરઆઈ વોટર પણ છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી થઈ રહી છે અને મતગણતરી 8 ડિસેમ્બરે થવાની છે. જ્યારે મતદાનની પ્રક્રિયા આજે  સવારે 8 વાગ્યથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ વખતે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચે 7,881 મતદાન કેન્દ્રો બનાવ્યા છે. નોંધનીય છે કે, આ વખતે હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. ત્રણે પાર્ટીઓએ પ્રદેશની તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અત્યારે હિમાચર પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપની સરકાર ચાલી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply