નવી દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 53મી બેઠક યોજાઈ
Live TV
-
નવી દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં GST કાઉન્સિલની 53મી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે બેઠક અંગેની વિગતો જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બેઠકમાં કરદાતાઓને રાહત આપવા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમજ જીએસટી પરિષદની આગામી બેઠક બજેટ સત્ર બાદ મળશે તેમ ઉમેર્યું હતું,
આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો સાથે આગામી સામાન્ય બજેટ પૂર્વે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગોવા, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ અને બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રીઓ અને અન્ય મંત્રીઓએ હાજરી આપી હતી. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, નાણા સચિવ ટી.વી. સોમનાથન, આર્થિક બાબતોના વિભાગના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પ્રી-બજેટ પરામર્શ કર્યો હતો. અગાઉ, નાણાકીય અને મૂડી બજાર ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો, ઉદ્યોગ અગ્રણીઓ અને સંગઠનો તેમજ અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે સમાન બેઠકો યોજી હતી.