સોમનાથ જબલપુર ટ્રેનમાં જર્મન ટેક્નોલોજીના કોચ લાગશે
Live TV
-
ભારતીય રેલ વિભાગ દ્રારા સોમનાથથી જબલપુર જતી ટ્રેનમાં જર્મન ટેકનોલોજી વાળા નવા કોચ લગાડવામાં આવ્યા છે. આ ટ્રેનમાં લગભગ 22 કોચ છે.
લાંબા અંતરની રેલ મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ભારતીય રેલ વિભાગ દ્રારા સોમનાથથી જબલપુર જતી ટ્રેનમાં જર્મન ટેકનોલોજી વાળા નવા કોચ લગાડવામાં આવ્યા છે. આ ટ્રેનમાં લગભગ 22 કોચ છે. મુસાફરો આરામદાયક યાત્રા કરી શકે તે હેતુ થી આધુનિક અને સુવિધા સભર નવા કોચમાં જનરલ એસી, ઈમરજન્સી વીન્ડોઝ, આરામદાયક સીટો વગેરેની સુવિધાઓ ઊપલબ્ધ છે. જર્ક ફ્રી મુસાફરી જર્મન ટેકનોલોજીની વિશેષતા છે. તો મુસાફરો પણ આ કોચમાં મુસાફરી કરવા ઊત્સુક જણાયા..