ભારત આગામી ત્રણ નાણાકીય વર્ષમાં બનશે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા
Live TV
-
આગામી ત્રણ નાણાકીય વર્ષોમાં ભારત દેશની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનશે તેવો અહેવાલ વર્લ્ડ બેન્કે રજૂ કર્યો છે. વર્લ્ડ બેન્કના અહેવાલમાં જણાવાયુ છે કે આગામી ત્રણ નાણાકીય વર્ષોમાં ભારત
6.7% ટકાના સ્થિર વૃદ્ધિ દર સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યસ્થા બની રહેશે. આ વૃદ્ધિ સ્થાનિક માંગ, વધેલા રોકાણ અને સેવા ક્ષેત્રને લગતી પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત છે.ગ્લોબલ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2024-2025 માટે ભારત માટે 6.6 ટકા વૃદ્ધિનું અનુમાન જાળવી રાખ્યુ છે. અગાઉ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) એ નાણાકીય વર્ષ 2024-2025 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન 6.5 ટકાથી વધારીને 6.8 ટકા કર્યુ હતુ.