મહેસૂલ મંત્રી કૌશિક પટેલે વાવાઝોડા સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી
Live TV
-
ગાંધીનગરઃ રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે તાઉ'તે વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી.
કૌશિક પટેલે ઓપરેશન સેન્ટરમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ કૌશિક પટેલે જણાવ્યું હતું કે તાઉ'તે વાવાઝોડાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. જેના સર્વેની કામગીરી સત્વરે હાથ ધરવા સંબંધિત જિલ્લા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે ત્યારે રાહત કામગીરી ઝડપથી શરૂ કરાશે.
આ બેઠકમાં કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી રાજકુમાર બેનીવાલ, અધિક કલેકટર રાકેશ વ્યાસ સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.