Submitted by developer on
1 ટોકિયો પેરાલિમ્પિકમાં આજે વધુ બે મેડલ સાથે ભારતીય ખેલાડીયોનું શાનદાર પ્રદર્શન યથાવત. ભારતની સ્ટાર શૂટર અવની લેખરાએ જીત્યો કાંસ્ય પદક, તો પેરાએથ્લિટ પ્રવીણકુમારે પુરૂષોની ઉંચી કુદમાં મેળવ્યો રજત પદક... રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ખેલમંત્રીએ પાઠવ્યાં અભિનંદન..
2 ત્રણ દેશોની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે ક્રોએશિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચામાં લેશે ભાગ.. તો સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રી સાથે કરી મુલાકાત - જ્યારે યુરોપીયન સંઘ સાથે ભારતના સંબંધો અંગે કરી ચર્ચા - સાથે જ અફઘાનિસ્તાન સહિત ભારત પ્રશાંત ક્ષેત્ર અંગે પણ કરી વાતચીત.
3 અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાના 15થી વધુ દિવસ બાદ આજે તાલિબાન પોતાની નવી સરકારની કરી શકે છે જાહેરાત... મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ રાષ્ટ્રપતિની રેસમાં સૌથી આગળ... તાલિબાન જાહેર કરી ચુકયું છે પોતાના સુપ્રીમ લીડર તરીકે મુલ્લા હિબતુલ્લા અખુંદજાદાનું નામ... તેમના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રીએ કરવું પડશે કામ.
4 કોરોનાને નિયંત્રણમાં લેવા માટેની કામગીરીને લઈને ભારતને સલાહ આપનારા અમેરિકાની સ્થિતિ બની ચિંતાજનક... એક જ દિવસમાં કોરોનાથી 3 હજાર જેટલાં લોકોનાં મોત... તો વિશ્વના દેશોની સરખામણીએ ભારતમાં રસીકરણની સર્વશ્રેષ્ઠ કામગીરી... અત્યાર સુધીમાં 67 કરોડને નજીક પહોંચ્યું રસીકરણ...
5 રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો યથાવત. ગુરૂવારે કોરોનાના નોંધાયા માત્ર ૧૦ કેસ- જયારે 12 દર્દીઓ થયા સાજા... તો રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહેલાં રસીકરણ અંતર્ગત ગઈકાલે 7 લાખ ૨૩ હજાર ૯૮૦ લોકોનું કરાયું રસીકરણ
6 આસામમાં પૂરની પરિસ્થિતિમાં આવ્યો આંશિક સુધારો. પૂરપીડિતોની સંખ્યા ઘટીને 5 લાખથી ઓછી થઈ... તો બિહારમાં હજી પણ પૂરની સ્થિતિ ચિંતાજનક... 40 લાખથી વધુ પૂર અસરગ્રસ્તોને મદદ કરવા માટેની કામગીરી પૂરજોશમાં....
7 ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ કુલ 49 ટકા જેટલો જ વરસાદ... તો છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 156 તાલુકામાં નોંધાયો હળવોથી મધ્યમ વરસાદ,સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં સવા બે ઈંચ, તો કલ્યાણપુરમાં સવા એક ઈંચ વરસાદ...
8 નવા રેકોર્ડની સપાટીએ ખુલ્યું શેરબજાર.. ભારતીય શેરબજારમાં પહેલી વખત સેન્સેક્સે 58 હજારની સપાટી વટાવી... તો નિફ્ટીએ પણ 17 હજારની સપાટી કૂદાવી, RIL અને HDFC લાઈફ જેવા શેર્સમાં જોવા મળી ચમક...