Skip to main content
Settings Settings for Dark

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી | Evening News | 02-09-2021

Live TV

X
Gujarati

1. રાજ્યમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ... 50 ટકા ક્ષમતા સાથે શરૃ થયેલી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ હાજરી - શાળાઓમાં રાજ્ય અને કેંદ્ર સરકારે જાહેર કરેલી  કોરોના ગાઇડલાઇનનું થયું સંપૂર્ણ પાલન -   તો શાળા ખુલતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

2.ગુજરાત બારમાં ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું બનશે યજમાન રાજ્ય  -   સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ ડિફેન્સ એક્સપો-ર૦રરની તૈયારીઓ અંગે યોજી સમીક્ષા બેઠક - તો ડિફેન્સ એક્સપો-ર૦રર માટે સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડકશન અને ગુજરાત સરકાર વચ્ચે સંપન્ન થયા એમ.ઓ.યુ 

3. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં આતંકવાદ પર  કસવામાં આવી લગામ - તો હથિયાર ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યો છે દેશ -  કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકના બીજા દિવસે સંરક્ષણમંત્રી રહ્યા ઉપસ્થિત... સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લીધી મુલાકાત..સરદાર પટેલની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલી..

4. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી- રાજ્યના ૮૯ તાલુકામાં મેઘમહેર- રાજ્યનો મોસમનો કુલ સરેરાશ ૪૬.૮૫ ટકા વરસાદ નોંધાયો- માંગરોળમાં 7 ઇંચ, અંજાર, કલ્યાણપુર, માળિયા, તાલાલા અમે ખંભાળિયામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો...

5. ... દેશમાં કોરોનાના નોંધાયા 47 હજારથી વધુ કેસ...  દેશના 69 ટકાથી વધારે કેસ કેરળમાં  - કેરળમાં વિક્રમજનક વેક્સીનેશન છતાં દરરોજ નવા 30 હજારથી વધુ કેસ...જોકે, રસીકરણના કારણે મૃત્યુદર ઘણો ઓછો... દેશની વયસ્ક વસ્તીના 54 ટકા લોકોએ લીધો રસીનો પ્રથમ ડોઝ તો 16 ટકા લોકો રસીના બંને ડોઝ લઇ બન્યા સુરક્ષિત

6. રાજ્યમાં બુધવારે કોરોનાના નોંધાયા 13 નવા કેસ.... જ્યારે 7 લાખ 48 હજારથી વધુ લોકોને અપાઇ વેક્સીન... તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 100 ટકા લોકો લઈ ચૂક્યા છે રસીનો પ્રથમ ડોઝ - જ્યારે 83 ટકા લોકોએ લીધો રસીનો બીજો ડોઝ

7. અફઘાનિસ્તાનમાં સરકાર ગઠનની પક્રિયા જલદી થશે શરૃ - અફઘાનિસ્તાનની એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે તાલિબાની નેતા હિપ્તુલ્લા અખુંદઝાદા કરશે અફઘાનિસ્તાન સરકારનું પ્રતિનિધિત્વ - તો પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ તેમના નેતૃત્વ હેઠળ સંભાળશે કાર્યભાર - તો અફઘાનિસ્તાન મુદ્દે ભારતે  કહ્યું, અફઘાનિસ્તાનમાં શાંતિ ઇચ્છે છે ભારત 

8. ..વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજથી સ્લોવેનિયા, ક્રોએશિયા અને ડેનમાર્કની ચાર દિવસની યાત્રાએ......ત્રણ મધ્ય યુરોપીય દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની થશે સમીક્ષા - સાથે યુરોપીયન સંઘ સાથેના બહુપરિમાણીય સંબંધોને મળશે મજબૂતી

9...ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરિઝનો આજે ચોથો મુકાબલો - ઇંગ્લેન્ડે ટોસ જીતી પસંદ કરી બોલિંગ -  ભારતે 4 વિકેટ ગુમાવી- બંને ટીમ 1-1ની બરાબરી પર ચાલી રહી છે 
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply