Submitted by developer on
1--- દેશભરમાં આજે ઉમંગ અને ઉત્સાહભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી... નાથદ્વારા, મથુરા સહિત દેશભરના કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી ભક્તોની ભીડ... તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી જન્માષ્ટમી પર્વ શુભકામના...
2--- નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગુજરાત બન્યું કૃષ્ણમય... જગત મંદિર દ્વારકા, શામળાજી, ડાકોર, ભાલકાતીર્થ અને અમદાવાદના ઈસ્કોન મંદિર, સહિત રાજ્યભરના કૃષ્ણમંદિરોમાં દર્શન માટે ભાવિકોનો ધસારો....... તો શ્રાવણના ચોથા સોમવાર અને જન્માષ્ટમીને લઈને સોમનાથમાં ઉમટ્યું શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર...
3--- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ... આજે સાણંદમાં અમિત શાહ સગર્ભા માતાઓને પૌષ્ટિક લાડુનું વિતરણ યોજનાનો કરાવશે પ્રારંભ.. તો સાંજે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃ્ષ્ણના દર્શનનો લેશે લાભ...
4--- તહેવારોના માહોલ વચ્ચે પણ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો..... રવિવારે નોંધાયેલા નવા 12 કેસની સામે 12 દર્દીઓ સાજા થતાં મોટો હાશકારો....રિકવરી રેટ થયો 98.76 ટકા....તો જન્માષ્ટમીના પર્વને લઈને અમદાવાદ સહિતના 8 મહાનગરોમાં આજે એક દિવસ પુરતો રાત્રે 1 વાગ્યે શરૂ થશે રાત્રિ કર્ફયૂ....
5--- દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા નોંધાયેલા 43,500 કેસમાંથી એકલા કેરળમાં 30 હજારથી વધુ નવા કેસ,,, સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે કેરળમાં આજથી લાગુ થશે રાત્રિ કર્ફયૂ.. જ્યારે ગોવામાં 6 સપ્ટેમ્બર સુધી લંબાવાયો કોરોના કર્ફયૂ.. જમ્મુ-કાશ્મીરમાં પણ કોચિંગ સહિત તમામ શાળા અને કોલેજ આગામી સુચના ન મળે ત્યાં સુધી રખાશે બંધ...
6-- ટોકિયો પેરાલિમ્પિકમાં ગુજરાતની દિકરી ભાવિના પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સ વર્ગ-4 કેટેગરીમાં ભારતને અપાવ્યો પ્રથમ મેડલ......મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવિના અને તેમના પરિવાર જનો સાથે વિડીયો કોલના માધ્યમથી વાત કરી, દેશ માટે મેડલ લાવવા બદલ પાઠવ્યા અભિનંદન ......રાજ્ય સરકાર દ્વારા ભાવિનાને રૂપિયા 3 કરોડ આપવાની કરાઈ જાહેરાત
7--- ટોકિયો પેરાલિમ્પિકમાં અવની લેખરાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં મેળવ્યું સ્થાન.. તો નિષાદ કુમારે હાઇજમ્પ T47 માં જીત્યો રજત પદક.....જ્યારે વિનોદ કુમારે ડિસ્કસ થ્રોમાં F 52માં જીત્યો કાંસ્ય પદક.....પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી, ખેલમંત્રી અનુરાગ ઠાકુર સહિતના મહાનુભાવોએ બંને ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન...
8--- રિઝર્વ બેંકની સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 સિરીઝ-6 આજથી 3 સપ્ટેમ્બર સુધી ગ્રાહકો માટે ખુલશે.. રિઝર્વ બેંકે પ્રતિ ગ્રામ માટે 4 હજાર 732 રૂપિયાની કિંમત કરી છે નક્કી...
9--- ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ વિક્રમ નાથ અને ન્યામૂર્તિ જસ્ટિસ બેલા બહેન ત્રિવેદીનો યોજાયો વિદાય સમારંભ.. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંને ન્યાયધીશોના માનમાં ગાંધીનગરમાં વિદાય સમારોહ યોજી આપી શુભેચ્છા... બંને ન્યાયધીશોની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે થઈ છે નિમણૂંક...