Skip to main content
Settings Settings for Dark

ટોકિયો પેરાલિમ્પિલમાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલનું શાનદાર પ્રદર્શન | Samachar@4PM | 28-08-2021

Live TV

X
Gujarati

1. પાણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ, પીવાના પાણી ઉપર જ હવે કરવામાં આવશે ધ્યાન કેન્દ્રીત.. હાલ સિંચાઈનું પાણી નહીં છોડવામાં આવે.. પીયત વાળા વિસ્તારોમાં  મળી રહેશે પાણી.. નર્મદાનું પાણી છે હાલ ચાલુ...

2. ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ મુદ્દે  રાજ્ય સરકાર કટિબદ્ધ  હોવાનું જણાવ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી- કહ્યું જરૂરી બનતા પ્રયત્નો સાથે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે..

3. પાંચ કરોડ રૂપિયાનાં ખર્ચે ચોટિલામાં બનશે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું મ્યુઝિયમ... મેઘાણીની 125મી જયંતિ અંતર્ગત ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાયેલા 'કસુંબીનો રંગ ઉત્સવ' કાર્યક્રમ દરમિયાન , મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત... સાહિત્ય પ્રેમીઓ સહિત , લોકો કરી રહ્યાં છે મેઘાણીને યાદ..

4. પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જલિયાવાલા બાગ સ્મારકના પુનઃનિર્માણ પામેલા પરિસરને , દેશને કરશે સમર્પિત.. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નિર્મિત સંગ્રહાલય સહિત , બનાવાયેલી આધુનિક સુવિધાઓનું પણ કરશે લોકાર્પણ...

5. દેશની દરિયાકાંઠાની સુરક્ષામાં થશે વધારો. ભારતીય તટરક્ષક દળના કાફલામાં વધુ એક યુદ્ધ જહાંજ 'વિગ્રહ'નો સમાવેશ..  કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ચેન્નઈમાં જહાંજ વિગ્રહના જલાવ-તરણના સમારોહમાં લીધો ભાગ... કહ્યું, આ યુદ્ધ જહાંજથી આત્મનિર્ભરતાની સાથે દરિયાકાંઠાની સુરક્ષા પણ થશે વધુ મજબુત..

6. દેશના કરોડો જરૂરિયાતમંદ લોકોને આર્થિક રાહત આપતી કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ જન-ધન યોજનાના 7 વર્ષ પૂર્ણ.. તમામ લોકો સુધી બેન્કિગ સુવિધા પુરી પાડવાના હેતુથી, 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો કરાવ્યો હતો શુભારંભ...

7. કાબુલ હુમલાને લઈને અમેરિકાએ કરી મોટી કાર્યવાહી... અફઘાનિસ્તાનના નાગર-હર પ્રાંતમાં આતંકવાદી સંગઠન ISIS-K પર કર્યો ડ્રોન હુમલો... ISIS-Kના હુમલાના ષડયંત્રકારીના મોતનો પણ અમેરિકાએ કર્યો દાવો... સાથે જ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પરથી લોકોને હટી જવા માટે કરી  તાકીદ... તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટલીના પ્રધાનમંત્રી સાથે અફઘાનિસ્તાનની પ્રવર્તમાન સ્થિતિ મુદ્દે કરી વાત...

8. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા અંગે કર્યા નિર્દેશ.. ગૃહસચિવે પત્ર લખીને કહ્યુ, તહેવારો દરમિયાન ભીડ ન થાય તે માટે રાજ્ય સરકારો ઉઠાવે પગલા.. તો બીજી તરફ દેશમાં ચાલી રહેલાં કોરોના રસીકરણના મહાઅભિયાનમાં સર્જાયો વધુ એક વિક્રમ... એક જ દિવસમાં 1 કરોડ 3 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ.. . તો છેલ્લાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 46 હજાર 759 કેસ, જ્યારે 31 હજાર 374 દર્દીઓ થયાં સાજા...

9. ગુજરાતમાં પહેલીવાર મળી આવ્યા કીટકભક્ષી અને માંસાહારી છોડ.... ગિરનારના ડુંગરાળ જંગલો આ છોડ માટે છે અનુકૂળ... માત્ર 4 સેન્ટિમીટરના આ છોડ પર જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંશોધકોની ટીમ , કરી રહી છે વધુ Research ....

10. ટોકિયો પેરાલિમ્પિલમાં ગુજરાતની દિકરી અને ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલનું શાનદાર પ્રદર્શન... ફાઈનલમાં રજત પદક કર્યો પાક્કો, તો હવે સુવર્ણ પદક માટે ઉતરશે મેદાનમાં..  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ભાવિનાને આપી શુભકામના, 
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply